પેનીવાઇઝ – ભાગ 6 (Mirror Entry)ટનલનો રસ્તો લાંબો અને અંધકારમય હતો. દીવાલોમાંથી પાણી ટપકતું અને છાપરામાંથી ઝાંઝવાના અવાજો ગુંજતા. અર્જુન, કિર્તી અને યોગેશના હાથમાં ફક્ત નાની ટોર્ચ હતી. ત્રણેયના ચહેરા પર થાક અને ડર સ્પષ્ટ દેખાતો હતો.“આગળ કેટલો સમય ચાલવું પડશે?” કિર્તીએ ધીમા અવાજે પૂછ્યું.“થોડું જ… બસ થોડું આગળ,” અર્જુને કહ્યું, પણ એના અવાજમાં પણ આત્મવિશ્વાસ ન હતો.ચાલતાં ચાલતાં ટનલ અચાનક પહોળી થઈ ગઈ. સામે એક મોટું લોખંડનું દરવાજું દેખાયું. યોગેશે દરવાજું ધકેલ્યું, અને ભારે કટાકશ અવાજ સાથે તે ખૂલી ગયું. અંદર પ્રવેશતાં જ ત્રણેય અટકી ગયા.રૂમમાં ચારેય બાજુ આયના જ આયના હતાં. છતથી લઇને જમીન સુધી, માત્ર પ્રતિબિંબો જ