અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -13

  • 42
  • 1

સાવીએ સોહમને સાંભળ્યો..એણે કહ્યું ડેસ્ટીની કશુંક રાંધી રહી છે..સાવી મનમાં થોડી ઊંડે ઉતરી ગઈ સોહમના શબ્દોને વાગોળી રહી હતી..એમનેમ કોઈ કારણ વિના જીવનમાં તો શું આ દુનિ યામાં કશું બનતું નથી દરેક ક્રિયા ..કર્મ..ઘટના પાછળ ચોક્કસ કોઈ કારણ હોય છે..મારી બર્થડે પર ફરી કોઈ અજાણ્યો યુવાન આવી એજ ગીત ગઝલ મારી સામેજોઈ ગાય છે..માત્ર વર્ષો નો સમયગાળો જુદો છે…દિવસ એજ…ગીત એજ..આ શું છે બધું? હું આ સોહમને ઓળખતી પણ નથી..પેલો પવન..મળ્યો..અલોપ થઇ ગયો.. આ મળ્યો આજે એજ ગઝલ ગાઈ..હું નીકળી ગઈ..અહીં પાછો આવ્યો..મળ્યો મને.. હવે અમારાં મળવા ઉપર ડેસ્ટીનીની વાત કરે છે….સાવીએ એક નજર સોહમ તરફ કરી.. પછી ફેરવી લીધી…એ બોલી..ઇટ્સ