ધ્વનિ શસ્ત્ર - ભાગ 3

  • 548
  • 100

"જોસેફ .. જોસેફ.." દુબેજીએ કહ્યું."હ..હા.." જોસેફને જાણે સામંથા કંઈક કહેવા માંગતી હતી. "હવે ત્રીજા મૃતદેહને પણ જોઈ ખાતરી કરી લે કે એ તમારી પુત્રી મારિયા જ છે?" દુબેજીએ કહ્યું.જેમ જ જોસેફ મારિયા ના મૃતદેહને જોવે છે તો મારિયા અચાનક જ ઊભી થઈ જોસેફને પ્રશ્ન કરવા લાગી:"પપ્પા તમે કેમ ન આવ્યા? અમારી મદદ કેમ ન કરી?" "જોસેફ.. જોસેફ.." દુબેજીએ જોસેફને પુછ્યું."હ.."જોસેફ જાણે ઊંઘ થી ઊઠ્યો. "શું વિચાર કરી રહ્યો હતો? બીજા લોકો પણ ચકાસણી કરવા માટે લાઇનમાં ઊભા છે." દુબેજીએ સમજાવ્યું."મારિયા મને કંઈક કહી રહી હતી. એ ઊભી થઈ હતી." જોસેફે જણાવ્યું."હું તારી માનસિક હાલત સમજી શકું છું. પણ હાલ આ સમય આ બધી