કૃષ્ણ વિદાય

(448)
  • 838
  • 293

અમારા સોમનાથ પાસેના ભાલકા તીર્થ પાસે એક સમયે એ જગવિખ્યાત, ગીતાનો ગાનાર, ધર્મ, કર્મ, જ્ઞાન અને ભક્તિનો ઉપદેશક એવો સ્થિતપ્રજ્ઞ કાનુડો, ઘાયલ થઈને પડ્યો હતો. પગમાં તીર વાગ્યું હતું અને રક્તધારા ધરા પર ફેલાઈ ગઈ હતી. વાગેલા તીરનું ઝેર ઝડપથી તેમના શરીરમાં પ્રસરી રહ્યું હતું, પણ તેમનું શરીર તો ક્યાં ઝેરને લીધે શ્યામ પડવાનું હતું! એ તો એમ જ શ્યામ હતા! પરંતુ પગની પાંસળી પણ હવે શ્યામ થવા લાગી હતી અને તેમના શ્વાસ તેમને ક્ષીર સાગર તરફ ખેંચી રહ્યા હતા — જાણે કહી રહ્યા હોય: “ચાલો જગન્નાથ, આપનું ધરતી પરનું કાર્ય સમાપ્ત થયું, ક્ષીર સાગરમાં મહાલક્ષ્મીજી આપની રાહ જોઈ રહી