તલાશ 3 - ભાગ 54

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "શેર સિંહજી, આપણે હવે કઈ બાજુ જવાનું છે?" "આપણે માલીદાની પહેલા 3-4 કિલોમીટરથી રસ્તો બદલશું. કેમ કે શંકર રાવ પાસે ઓરીજનલ નકશો છે. એ ચોક્કસ માલીદાથી સીધો જુના આશ્રમથી ઉપરવાસ બાજુ ચાલશે. કેમ કે એ સરળ રસ્તો છે. અને જો એ એવી ભૂલ કરશે તોજ આપણે એની પહેલા પહોંચી શકીશું." "તો હવે?" લખને ફરી પૂછ્યું. "માલીદાની પેરેલર 3 કિલોમીટર પછી સેમા ગામ આવે છે, અને અત્યંત લપસણી પહાડી છે. આ જીપ ત્યાં નહિ ચાલે આપણે પગપાળા છ કિલોમીટર ચાલવું