MH 370 - 7

(51)
  • 514
  • 1
  • 210

7. અજાણી જગ્યાએ ઉતરાણ અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે  ઉત્તરને બદલે દક્ષિણે. થોડી વાર એમ ને એમ ઉડ્યા જ કર્યું. નીચે ભરો સમુદ્ર, ઉપર અહીં તો ભૂરું આકાશ. ખબર જ ન પડે કે ક્ષિતિજ ક્યાં છે. અમે કઈ તરફ જઈ  રહ્યાં છીએ એનો પણ ખ્યાલ ન આવે. ઘણો સમય ઊડ્યા પછી.. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો.  અહીં ઉતરી જાઉં. છૂટકો નથી.મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારૂં  કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન