મેં આસપાસ નજર કરી પણ ચારે બાજુ અંધકાર હતો એટલે મેં પાછળ સીડી તરફ નજર કરી. પણ તે સીડી ગાયબ થઈ ગઈ હતી એટલે મેં મેઘા ને બોલવવા માટે તેના નામની બૂમ પાડી પણ તેણે સાંભળી નહીં. એટલે હું વધારે વિચાર્યા વગર આગળ ચાલવા લાગ્યો. ત્યાં મને બીજી એક સીડી મળી અને તેના ઉપરના ભાગ માંથી થોડું અજવાળું આવી રહ્યું હતું.એટલે જેવો મેં તે સીડી પર પગ મૂક્યો કે તરત જ હું સમુદ્ર ના કિનારે આવી ગયો. મને અત્યારે કઈ પણ સમજાતું નહોતું છેલ્લા 12 કલાકમાં જે કઈ બન્યું તેના પર મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ગઈ કાલે રાત્રે મારી