પ્રવિણ અને કાજલ સ્વભાવમાં બન્ને એક સરખાં હતાં. હા, વિચારો અને વર્તનમાં બન્નેમાં થોડો ઘણો તફાવત જોવાં મળતો હતો.બે દિવસ પછી ચારુ મેડમે એમનાં કલાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનાવી લીધું હતું. એ દિવસથી રોજ કોલેજનાં છુટવાનાં સમયનાં એક કલાક સુધી પ્રેક્ટીસની સુચના આપી દીધી હતી.ડાન્સ પ્રેકટીસ ચાલું થવાથી છેલ્લો પિરિયડ મોસ્ટલિ ફ્રી રાખવામાં આવ્યો હતો. બીજાં સ્ટુડન્ટ્સ ફ્રી પિરિયડમાં એમની નોટ્સ બનાવવાનું કે પછી એકસ્ટ્રા રિડીંગમાં એમનો એક કલાકનો સમય વ્યથિત કરવાનું વિચારીને રાખ્યું હતું. ડાન્સ પ્રેકટીસનો સમય થઈ ચુક્યો હતો. એક પ્યુનની સુચના મળવાથી પ્રવિણના કલાસમાંથી જે કોઈએ ડાન્સમાં પાર્ટ લીધો હતો એ એક મોટાં હોલમાં પ્રેકટીસ કરવાં જતાં રહ્યાં.