કોલેજમા સ્વતંત્રતા દિન પર પ્રવિણના ક્લાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનવાનું હતું. પ્રવિણની ઈચ્છા કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લેવાની હતી નહિ પણ ભુપતે સામદામ દંડભેદનો ઉપયોગ કરીને પ્રવિણને મનાવી લીધો.પ્રવિણ પાસે પ્રોગ્રામમાં પાર્ટ લેવાની વાત સાંભળીને ભુપત ખુશ થઈ ગયો. એણે કુલદીપની સામે જોઈને આંખો નચાવતા પોતાની વાતનો પ્રવિણને પ્રભાવ પડી ગયો. એ એની પહેલી જીત માની ગયો. કુલદીપ પણ પ્રવિણની પાર્ટ લેવાની વાતથી ખુશ થઈ ગયો. ભુપતનો એણે પહેલી વાર આભાર માન્યો કે એટલીસ્ટ લાઈફમાં પહેલીવાર પ્રવિણ ભુપતની વાત માનવા તૈયાર થયો. કુલદીપ પ્રવિણની સામે સ્માઈલ કરીને કલાસ રૂમની બહાર નીકળી ગયો.કાજલ એની બુક ખોલીને જરૂરી પોઈન્ટ લખી રહી હતી. એની