જીવનમાં સંબંધ કોઈ પણ હોય પણ જો એની અંદર અન્ય ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય એટલે સંબંધ તુટવાની અણી પર આવી જાય છે. હાર્દિકની લાઈફમાં પણ એવું જ બન્યું હતું.હાર્દિક અને રિંકલે એમનાં સંબંધમાં સમજદારી, વફાદારી અને પ્રમાણિકતાને શરૂઆતથી પકડીને રાખી હોય તો રિમા જેવી હજારો સ્ત્રી એમનાં જીવનમાં આવી હોય તો પણ લાખોનો સંબંધ કાચા દોરાની જેમ તુટી ના ગયો હોય. હાર્દિકનું મન એના મિત્રોને કહીને હળવું થઈ ગયું હતું.દરેક વ્યક્તિના જીવનમા કોઈ એવું વ્યક્તિ તો હોવુ જોઈએ. જેના પર તમે અતુટ વિશ્વાસ મૂકી શકો. જે તમારા ના કહેવાયેલ વેદનાને પણ આંખો દ્રારા સમજી શકે. જરૂરી નથી કે એ વ્યક્તિ