અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -11

સારાએ જોયેલું…સાવી એનું પેજ..ફેન ફોલોવર લિસ્ટ ..ફોટા..રીલ..બધું જોઈ રહી છે..એ મગ્ન થઇ ગઈ હતી..સારાએ કહ્યું“ સાવી તું જે જોઈ રહી છે એ સત્ય નથી..એ ભ્રમને પોષવાનો પર્યાય માત્ર છે..હકીકત જુદીજ છે પણ હમણાં એ બધુંસમજાવવા મૂડ નથી..એ ખાસ મૂડમાં બધું કહીશ.. સમજાવીશ એય..તને રસ હશે તો.. હમણાં તું મને કહે તું ત્યાં બારમાંથી દોડીને બહાર કેમ આવી ગઈ ? મને ખુબ નવાઈ લાગી..તું કોઈને ઓળખે નહીં..પેલો છોકરો તનેજ જોઈ ગઝલ ગાઈ રહેલો અને તું...સાવીએ કહ્યું“ અરે મનેજ નથી ખબર.હું એ છોકરાને નથી ઓળખતી નથી એને.. કોઈ કદી નથી મળી.. ના ઈન્ટ્રો..જબરો ચાલુ થઇ ગયો..મને કેમ ટાર્ગેટ કરી એ મને નથી ખબર..પણ