લેખ:- પ્રવાસી પક્ષીઓ - યાયાવર.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આજે સવારથી પિંકી જીદ લઈને બેઠી હતી કે એને આજથી બે દિવસની રજા છે તો ક્યાંક ફરવા જવું છે. આમ તો પિંકી બહુ નાની નથી, પણ મોટી થઈ ગઈ એવું ય ન કહેવાય. બાર વર્ષની એની ઉંમર. ધાર્મિક તહેવાર નિમિત્તે એને શાળામાં બે દિવસની રજા હતી, પણ એનાં પિતાને ન્હોતી. આથી ફરવા જવું શક્ય ન હતું. આમ તો એણે આ જીદ ગઈકાલે સાંજથી જ શરુ કરી દીધી હતી. ગઈકાલે સાંજથી ચાલતી આ માથાકૂટ જોઈને હવે પિંકીનાં દાદાથી નહીં રહેવાયું. એમણે પિંકીને એમની પાસે બોલાવી અને પૂછ્યું, તારે ફરવા જવું જ છે? તરત