Love Story of Laibrary and You

  • 174
  • 64

લાઈબ્રેરીની બહારની સીડીઓ પર બેસેલી એ છોકરી પોતાના પુસ્તકમાં એટલી ગરક થઈ ગઈ હતી કે આસપાસની દુનિયા જાણે ગાયબ થઈ ગઈ હતી. પાનાંઓ બદલાતાં હતાં, પરંતુ એ પાનાંઓની બહાર બેસેલો છોકરો એક જ દ્રશ્યમાં અટવાઈ ગયો હતો—એની આંખો સામેની છોકરીમાં. એને ખબર હતી કે એ શબ્દો વાંચી રહી છે, પણ એ પોતે તો માત્ર એને જ વાંચી રહ્યો હતો—એની આંખોનો તેજ, એના હોઠ પર રમતી નિર્ભળ સ્મિત અને એ પુસ્તક પકડવાની એ નાની કળા. લાઈબ્રેરીની શાંતિમાં એક મૌન વાર્તા લખાઈ રહી હતી—જેમાં શબ્દો નહોતા, માત્ર નજરો જ બોલતી હતી.લાઈબ્રેરીની બહારની સીડીઓ પર બેસેલી એ છોકરી હજુ પણ પુસ્તકમાં ખોવાઈ રહી