મેઘાર્યન - 3

  • 162
  • 52

હું મેઘાના મુખેથી મારું નામ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો. તેના સૂરીલા કંઠે થી મારું નામ સાંભળીને હું જાણે એક ક્ષણ માટે મારી તકલીફ ભૂલી ગયો. મેઘા એ મારી આંખો સામેં ચપટી વગાડી ને કહ્યું, “અવિચલ તમેં શું વિચારો છો ?” “તે કહ્યું એનો મતલબ કે રસ્તા પર બેહોશ થતાં પહેલાં મેં જે કાર જોઈ હતી તે તારી કાર હતી. તું મને અહી લઈને આવી અને મારો જીવ બચાવ્યો.” મેં સ્વસ્થ હોવાનો દેખાવ કરતાં કહ્યું. એટલે મેઘા હસીને બોલી, “હું જાણું છું કે તમેં શું વિચારી રહ્યા છો? પણ અત્યારે આપણે તેના કરતાં પણ વધારે જરૂરી કામ કરવાનું છે. જેના માટે હું