મેઘાર્યન - 2

  • 214
  • 76

મારા આખા શરીર પર અનેક જખમ હતા પણ મને તેનો દર્દ હવે અનુભવાઈ રહ્યો હતો. આ દર્દમાંથી બહાર નીકળવા માટે એક ક્ષણ માટે મને થયું કે અત્યારે જ સામેની રેલિંગ પરથી કૂદીને મરી જવું છે. મેં એ રેલિંગ તરફ ચાલવાનું શરૂ કર્યું. પણ ત્યાં જ મને ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા પર જ બેહોશ થઈ ગયો. મારી આંખો બંધ થતાં પહેલાં મેં એટલું જોયું કે એક કાર ઊભી રહી હતી.હું કેટલો સમય બેહોશ રહ્યો તે મને ખ્યાલ નહોતો. મારી આંખો ખૂલી ત્યારે મેં જોયું કે હું એક નાના રૂમમાં બેડ પર સૂઈ રહ્યો હતો. મેં તરત ઊભા થવાનો પ્રયત્ન