એકાંત - 37

હાર્દિકે એનાં પેરેન્ટ્સને એની ઘરે બોલાવી લીધાં હતાં. એનું એવું અનુમાન હતું કે જો કદાચ બની શકે કે એમનાં પેરેન્ટ્સ એનાં સાસરિયાં વાળાને સમજાવે તો આ મામલો ઠંડો પડી શકે; એ લોકોએ મૂકેલી શરત એ પાછી લઈ શકે.રિંકલનાં પેરેન્ટ્સ પર હાર્દિકનાં પેરેન્ટ્સની કોઈ વાતની અસર થઈ રહી ન હતી. એમની ઈચ્છા હતી કે જો એ લોકો માની જાય તો બે વ્યક્તિનાં સાત જન્મ સુધી બાંધેલાં સંબંધો તૂટતાં બચી શકે.બે વ્યક્તિ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે બે વ્યક્તિઓ એક નથી થતાં પણ બે પરિવારો એક થઈ જાય છે. હાર્દિક અને રિંકલ અલગ થઈ જશે તો એમનાં પરિવારોમાં તિરાડ આવી શકશે.હાર્દીકનાં મમ્મી