દીકરીએ રાત્રે બે-ત્રણ વાગ્યે એકલા ઘરે પાછા આવવું હોય ત્યારે એણે કેટલાંક પ્રિકોશન્સ લેવા જ પડે!ઘટના એક : એક છોકરી સ્મોકિંગ કરે છે. એનાં સાસરિયાઓએ એને સ્મોકિંગ વિશે સવાલ પૂછ્યો, તો એણે જવાબ આપ્યો કે-સ્મોકિંગ એ મારી ફ્રીડમ છે-તમે મને સ્મોકિંગ કરતા અટકાવી શકો નહીં-આઇ લાઇક ઇટ એન્ડ ધેટ્સ વ્હાય આઇ ડુ ઇટ! એ પછી છોકરી ધીરે ધીરે સ્વચ્છંદ લાઇફ સ્ટાઇલ જીવવા માંડી. સ્મોકિંગ કરે, દારૂ પીવે, પાર્ટીઝ કરે, વેકેશન પર જાય.....એનાં પતિએ ડિવોર્સ ફાઇલ કર્યા અને છોકરીએ સામે માનસિક ત્રાસનો કેસ દાખલ કરી દીધો.ઘટના બે : એક દીકરી એનાં પિતા સાથે દલીલ કરી રહી છે- ‘પપ્પા, હું રાત્રે બે