ઘરમાં બધા ખુશ હતા.આ બાજુ, મીરાના મમ્મી ભૂપતને કહે છે, “કાલથી તમે પણ નોકરી શોધવાનું શરૂ કરી દો. મીરા પણ કામ શોધે છે, તેને મદદરૂપ થવા માટે હું પણ કોઈ કામ શોધી લઈશ.” ભૂપતને કેસી કામ શોધવાનું કહે છે તે ગમતું નથી અને તે ગુસ્સામાં બહાર જતો રહે છે.આ બાજુ, મીરા ફ્રેશ થઈને રાત્રે કપડાં બદલીને પોતાના કપડાં વ્યવસ્થિત મૂકતી હોય છે. ત્યાં જ બહારથી બેડરૂમનો દરવાજો ખોલીને માનવ અંદર આવી જાય છે અને તેની નજર મીરા પર પડે છે. મીરા કાળા રંગના નાઈટસૂટમાં સુંદર લાગતી હતી. અચાનક માનવને યાદ આવે છે, તે તરત જ પાછો રૂમની બહાર જતો રહે