સવારની બસ અને યાદો

  • 86

લેખ:- સવારની બસ અને યાદોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજનાં લેખમાં એક સરસ મજાની યાદગીરી આપ સૌ સાથે વહેંચવા માંગું છું.સવારની બસ એટલે હું અને મારી સાથે ધોરણ 12 સાયન્સનાં વર્ગમાં ભણતાં મારા તમામ મિત્રો અને સખીઓ માટે એક અવિસ્મરણીય સંભારણું! એક ગામમાં રહીને અમે બાજુનાં નાનકડાં શહેરમાં ટ્યુશન માટે જતાં હતાં. મારા અગાઉનાં બે લેખોમાં હું ગણદેવી અને બીલીમોરા વિશે ચર્ચા કરી ચૂકી છું. ગણદેવી એટલે કે એ ગામ જ્યાં હું રહેતી હતી, મોટી થઈ અને મારું ભણતર પૂર્ણ કર્યું. બીલીમોરા એટલે ગણદેવીથી 8 કિમી દૂર આવેલ એક નાનકડું શહેર! અમે મોટા ભાગનાં દસમા ધોરણ સુધી ટ્યુશન જતાં ન હતાં.