હાર્દિકને એના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લેવાનો હતો. આર કે પારની રમત શરૂ થઈ ગઈ હતી. હાર્દિકે એનાં પેરેન્ટ્સને પણ એની ઘરે બોલાવી લીધાં હતાં.આર્યને સુવડાવીને એ બહાર આવ્યો એનાં પેરેન્ટ્સ નિયત સમયે આવી પહોચ્યાં હતાં. હાર્દિકે એમને વિવેકથી અંદર બોલાવ્યાં. ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લઈ લીધાં. જમવાનો સમય થઈ ગયો હતો. લાંબી મુસાફરીને કારણે એ લોકોનાં ચહેરાઓ પર થાક દેખાય રહ્યો હતો. હાર્દિક હજું કોઈ ચર્ચાનો ખુલાસો કરીને એમનાં પેરેન્ટ્સને દુઃખી કરવાં માંગતો ન હતો. એની ઈચ્છા એ હતી કે પહેલાં એમનાં પેરેન્ટ્સને એ જમાડી લે પછી જે કામ માટે એમને બોલાવવામાં આવેલાં છે એ કામની એ નિરાંતે વાતચીત કરી શકે.