બે વાર્તા - ચતુર માજી અને બાપા કાગડો... હા બેટા કાગડો

  • 182
  • 64

બાપા કાગડો... હા બેટા કાગડો    એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે.આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે:"બાપા જુઓ આ કાગડો.."વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય:"હા બેટા કાગડો..".આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે:"બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો"વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને