સામાન્ય શબ્દોનો રોમાંચક ઇતિહાસ

ભાષા એક એવી વસ્તુ છે જે કુદરતી નથી છતા તેનો તમામ માનવજાતે સહર્ષ સ્વીકાર કર્યો છે કારણકે કુદરતે જીભ, દાંત, શ્વાસ વગેરેને અન્ય કામ માટે આપ્યા છે પણ આપણે આપણી શ્વાસપેટી વડે આ તમામ અંગોનો સહારો લઇને ભાષાનો વિકાસ કર્યો છે જે આપણી લાગણીઓને વ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ છે અને આ ભાષા જ એક એેવી વસ્તુ છે જે સતત પરિવર્તનશીલ રહે છે અને તેમાં ફેરફારો થતાં જ રહે છે. એક સમયે ભારતમાં વૈદિક સંસ્કૃતની બોલબાલા હતી જે ત્યારે જનસામાન્યની ભાષા હતી જેમાં વેદોની રચના થઇ હતી પણ ત્યારબાદ સમયાંતરે ભાષામાં પરિવર્તન થતું રહ્યું છે અને આજે આપણે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી