સચેતની કવિતાઓ

  • 60

(1) મૂંઝવણ​​મનમાં મૂંઝવણ ભરી છે સામટી,કોઈ ચહેરો હવે પરખાતો નથી.વચનો તો ઘણા અપાય છે પ્રેમમાં,અફસોસ એકેય સાચે નિભાવાતો નથી.કાલે કહ્યું કે ‘દુનિયા છો તું મારી',અને આજે કહે કે, ‘કોણ છે તું ઓળખાતો નથી'.કઠોરતાં કેટલી હશે તે હૃદયમાં,કોઈનું જીવન બગાડી પણ શરમાતો નથી.આ તે કેવો સમય આવ્યો ‘સચેત',હવે તો પ્રેમનો કોઈ શમણો પણ સજાવાતો નથી.(2) આવજેલાગણી તો અપાર છે તારા માટે,પણ પોંસાય જો પરિવારનો સાથ તો આવજે.આંખમાં તો ઘણા ચહેરા રમતા હશે,પણ આંખથી અંતરમાં ઉતરાય તો આવજે.સંબંધો તૂટતા જોયા છે મેં આ જાતિવાદથી,ઝંઝીરરૂપી રૂઢિચુસ્ત નિયમો ઉલ્લંઘાય તો આવજે. ઘણા લોકો હશે તારી આસપાસ,પણ મહેફિલમાં મારી ખોટ વર્તાય તો આવજે.તને હસાવવા વાળાની