રિંકલે હાર્દિક સામે બેધડક કહી દીધું કે, જે ઘરની અંદર પોતે રહી રહ્યો છે. એમાં ફક્ત એનો જ અધિકાર છે. એનાં સસરાએ એક નવી શરત રાખી બેઠાં હતાં કે જો એ એની બન્ને દીકરીને સાથે રાખવાં તૈયાર ના થાય તો રિંકલ અને આર્યને પણ એની સાથે લઈ જશે."અહીં મારી દીકરી રિમા ક્યાં તમારી સાથે ઘર વસાવવાં માટે રાજી છે ? અમે તમારાં લગ્ન એની સાથે કરાવવાનાં નથી કે તમે આટલી બધી સફાઈ આપી રહ્યાં છો. તમારી જાણ ખાતર કહી દઉં કે તમારાં જેવાં જમાઈ જોઈને એ ફરી કોઈ દિવસ લગ્ન નહિ કરે, એવો ફેસલો કરી લીધો છે. આ ઘર મારી