પરંપરા કે પ્રગતિ? - 28

જેન્સીએ મિસ્ટર ધનરાજને ફોન જોડ્યો. ફોન ઉપાડતા જ ધનરાજે પૂછ્યું, "હા, જેન્સી! તારો ભાઈ કેમ છે? મને હોસ્પિટલમાંથી ખબર મળી હતી."​જેન્સીના અવાજમાં આભાર હતો. "તે હવે ઠીક છે સર. બધી ચિંતા દૂર થઈ ગઈ છે. તમારા મદદ વગર આ શક્ય નહોતું. તમારો ખુબ ખુબ આભાર."​ધનરાજે કહ્યું, "એમાં આભાર શાનો? તું મારી મદદ કરી રહી છે અને હું તારા પરિવારની. આ તો એક ડીલ છે. હવે તું ક્યારે મારા ઘરે આવી રહી છે?"​"હું બસ નીકળી જ રહી છું, સર." જેન્સીએ કહ્યું. "તમે એડ્રેસ તો મોકલી દીધું છે, હું ટેક્સી કરીને આવી જઈશ."​ધનરાજે કહ્યું, "ના ના, ટેક્સીની જરૂર નથી. મારો ડ્રાઈવર દસ