મારુ ઘર, મારી નિયતિ છે - 21

મીરા અને માનવના નિર્ણયથી બધા ખુશ હોય છે.પછી મીરા તેના રૂમમાં જતી રહે છે. માનવની મમ્મી માનવને કહે છે, “જો, માનવ, તેં અને મીરાએ મયુરીની જવાબદારી લેવાનો નિર્ણય લીધો છે. તે બરાબર છે, પણ તેના માટે તમારે બંનેને એકબીજાને સાથ આપવો પડશે, એકબીજા પર વિશ્વાસ રાખવો પડશે અને મયુરીને માતાનો પ્રેમ આપવો પડશે. તું સમજે છે ને હું શું કહેવા માગું છું?”માનવ શારદાબેનનો હાથ પકડીને કહે છે, “હા મમ્મી, હું સમજું છું, પણ તમે પણ અમને સમજજો. આ બધું સહેલું નથી. મીરાને હજી ડિગ્રી માટે આગળ ભણવાનું છે.”શારદાબેન કહે છે, “તું બિલકુલ ચિંતા ન કરતો, અમે મીરાને ભણવાનો પૂરો સમય