"સાચો ફેમિલી ફોટો""વાહ...વાહ ... અંજુ... અરે અંજુ જરા જોઈએ તો!... નીતા, ગીતા, તમે બંને પણ આવો!" – હર્ષભેર મોટા અવાજથી રમેશ પોતાની પત્ની અંજુ અને બાળકોને બોલાવી રહ્યો હતો."શું થયું, પપ્પા?" – અંજુએ પૂછ્યું."હા પપ્પા! કંઈક બતાવો ને! આટલા ખુશ લાગો છો... લોટરી લાગી કે પ્રમોશન મળ્યું?" – નીતાએ ઉત્સાહથી પૂછ્યું. ગીતાએ પણ હા માં હા મળાવી."અરે યાર! લોટરી-પ્રમોશન તો છોડો... આ જુઓ! ફેસબુક પર મારી પોસ્ટ પર લાઇક્સ અને કોમેન્ટ્સની વર્ષા થઈ રહી છે! આજે સવારે આપણી ફેમિલી ફોટો પોસ્ટ કરી હતી – 'મારી અને મારી પ્યારી ફેમિલી'... વાહ! મજા આવી ગઈ!"પત્નીએ ફોટો જોઈને સ્મિત કર્યું. ગીતાએ પણ માતા-પિતાને જોઈ હસતાં હસતાં હા પાડી. પણ