હું તો કાન્હાથી રિસાયો

અધ્યાય ૧ – એકાંતનો પહેલો મિત્રરાતનું બાર વાગી ગયું હતું.ગામની સૂની ગલીઓ જાણે કોઈ પ્રાચીન કિલ્લાના ખંડેર જેવી લાગતી હતી – શાંત, ઠંડી અને નિર્જન. વીજળીના ખંભા પરની પીળી લાઈટ ક્યારેક ઝબૂકતી, ક્યારેક ધીમા પડતી, જાણે એ દીવો પણ મારા દુઃખનો સાથી બની ગયો હોય.હું મારા ઘરના મોરચા પર બેઠો હતો.આકાશમાં ચાંદ ચમકતો હતો, તારાઓ અડધી ઊંઘમાં ઝબૂકતા હતા, પણ મારા મનમાં તો માત્ર અંધકાર જ હતો. એ અંધકાર કાળો નહીં, પણ અંદરનો એકલો, ભારોભાર અંધકાર… જે આંખો બંધ કરતાં વધારે ઘેરો લાગે.---શરૂઆતમાં એકાંત મારા માટે અજાણ્યો શત્રુ હતો.એ મને કોતરતો, મને ખાઈ જતો, મને તોડી નાખતો.પણ ધીમે ધીમે, એ