વાઘેલાઓનો એક શૌર્યપૂર્ણ ઇતિહાસ

  • 226
  • 80

ગુજરાતના ઇતિહાસમાં સંવત ૧૫૪૬થી ૧૫૮૧ સુધીનો સમય ખૂબ જ અશાંતિભર્યો અને પડકારરૂપ રહ્યો હતો. આ એ સમય હતો જ્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સુલતાન મહમદ બેગડાનો ભારે દબદબો હતો. તેની સેના ગામડે ગામડાંમાં ધમરોળી રહી હતી, કલા અને સ્થાપત્યોનો નાશ થઈ રહ્યો હતો, અને ચારે બાજુ લોહીની નદીઓ વહી રહી હતી. આ ભયંકર કતલ અને અરાજકતાથી લોકો ભયભીત થઈને જીવ બચાવવાના રસ્તા શોધી રહ્યા હતા, અને ઘણા લોકો તો પોતાનો ધર્મ પણ બદલી રહ્યા હતા. આવા કઠિન સમયમાં, ઠાકોર વજેસંગ વાઘેલા દીવગઢની ગાદી પર બિરાજમાન થયા. તેમના શાસનકાળ દરમિયાન, દીવગઢ પર વાઘેલાઓનો બહુ રંગી ધ્વજ લહેરાતો હતો, જેણે લોકોને