ભારતને આઝાદ બનાવવાની ચળવળ 200 વર્ષથી વધુ સમય સુધી ચાલી. લાખો લડવૈયાઓએ આઝાદી મેળવવા માટે પોતાનું લોહી રેડી દીધું. આ લડાઇમાં મહિલાઓ પણ આગળ રહીને મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ગુજરાતની વાત કરીએ તો કેટલાક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ આપ સરળતાથી આપી શકશો. જો કે આ યાદી ખૂબ લાંબી છે. આ યાદીમાંથી કેટલીક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત અહીં કરીએ છીએ...આઝાદીની લડતમાં ખભેખભો મિલાવી ચાલી હતી આ મહિલાઓ..કસ્તુરબા ગાંધીકસ્તુરબા ગાંધીને આપણે મહાત્મા ગાંધીના પત્ની તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ, 1869ના રોજ જન્મેલા કસ્તુરબાએ 22 ફેબ્રુઆરી, 1944ના રોજ દેહત્યાગ્યો હતો. હંમેશા ગાંધીજીની સાથે રહીને તેમણે સ્વતંત્રતાની ચળવળને આગળ વધારવામાં મદદ કરી