પરિવાર... જ્યારે બે વ્યક્તિ ની કહાની એકબીજા સાથે મળતી આવે ત્યારે એ બે વ્યક્તિ ના મંતવ્યો પણ સરખા જ જોવા મળતા હોય છે.. અને એવી જ રીતે તો દોસ્તી ની શરૂઆત થતી હોય છે... 2 BHK ના રેખા ના એપાર્ટમેન્ટ માં કુલ 9 સ્ત્રીઓ રહેતી હતી... જો કે દરેક ને સ્ત્રીઓ કહી ના શકાય... કેમ કે એમાંની 2 સ્ત્રીઓ જ ચાલીસ આસપાસ ની હતી ઉપરાંત રેખા પોતે જે 35 વર્ષ ની હતી અને બાકીની 6 લગભગ યુવાન છોકરીઓ જ હતી જેમણે હાજી માંડ પચ્ચીસ વટાવ્યા હશે.. અહીં રહેતી તમામ વ્યક્તિ પાસે પોત પોતાની કહાની હતી.. કહાની માં સામ્ય પણ હતું