જલેબી

દિવાળી નજીક આવી રહી હતી. દરવર્ષની જેમ જ સમગ્ર શહેર રંગીન દીવોના પ્રકાશથી ઉજળાઈ ઊઠ્યું હતું. ઘરોમાં રંગોળી ઊંકાતી, ફટાકડાં ફોડાવા લાગ્યા, અને વિવિધ મીઠાઈઓની સુગંધ રસોડાંમાંથી બહાર આવતી. દરેક ઘરમાં ખુશીઓનો માહોલ હતો, અને એવું જ વાતાવરણ હતું ઋદ્ધિના ઘરમાં પણ. એ એક મધ્યમવર્ગીય, પ્રેમાળ અને સંસ્કારપ્રધાન કુટુંબ હતું, જ્યાં મમ્મી પાપા, ઋદ્ધિ અને તેનો મોટો ભાઈ રહેતા.દિવાળી એટલે ઘરમાં સફાઈ, નવી સજાવટ, અને મીઠાઈઓનો ખજાનો. લાડુ, પેડા, ચકલી, ઘૂઘરા જેવી મીઠાઈઓ બનાવાઈ રહી હતી. ઋદ્ધિ પણ ખુબ ઉત્સાહથી બધામાં ભાગ લેતી હતી. એની આંખોમાં તેજ અને હળવો ચમકતો શરારતી હાસ્ય. પણ એ વર્ષે એક અલગ જ ઈચ્છા એની