પ્રેમપત્ર - ભાગ 1

"ચીઠ્ઠી આઈ હૈ..આઈ હૈ.. ચીઠ્ઠી આઈ હૈ..બડે દિનોં કે બાદ..ચીઠ્ઠી આઈ હૈ..‌" નટખટ છુટકી, પોતાના હાથમાં આવેલા પ્રેમપત્રને લઈને આમથી તેમ દોડાદોડી કરી રહી હતી અને રેશ્મા તેની પાછળ પાછળ બૂમો પાડતી પાડતી દોડી રહી હતી અને હાંફી રહી હતી.."એક વખત કહ્યું ને કે એ ચીઠ્ઠી મને આપી દે" ગોરો વાન, લાંબા કાળા વાળ, દાડમની કળી જેવા દાંત, ગુલાબી હોઠ, હીરણી જેવી દોડ અને અમનના પ્રેમનો નશો તેની ઉપર ગજબનો ચઢેલો જેને કારણે તેનાં ચહેરા ઉપર એક અજબની લાલી પથરાયેલી રહેતી... રેશ્મા એટલી બધી તો સુંદર લાગતી કે જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈ લો...!!"પિતાજી આવી જશે તો લેવા ના દેવા