5. અવકાશી તોફાનની એ ક્ષણોપણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત નાના છે. બૉમ્બ ફૂટ્યો હોય એમ બહાર ભયાનક ગર્જના સાથે વિમાન ધણધણી ઉઠયું. હવાની એક જોરદાર થપાટે એ આડું પડયું અને ઘુમરડી ખાઈ ઊંધું પણ પડી ગયું. મેં મુશ્કેલીથી એને ફરી ઝટકા મારી ચત્તું તો કર્યું. ઓક્સિજન માસ્ક લેવા પેસેન્જરોને એનાઉન્સ કર્યું પણ વિમાન સ્થિર થાય તો એ લોકો મોં પર માસ્ક લઈ શકે ને? કાન ફાડી નાખે એવા મોટા ગડગડાટ અને સામે આંખો આંજી દે તેવો છેક ઉપરથી નીચે જમીન સુધી પ્રચંડ વીજ પ્રકાશ. મેં થાય એટલી ગતિ વધારી, વિમાન