એકાંત - 34

હાર્દિકે રિમાને પોતાનાથી અને આર્યથી દૂર કરવાં માટે રિંકલે એની સાથે જે શરતો રાખી હતી, એ શરત કબુલ કરવાં તૈયાર થઈ ગયો હતો.રિંકલ એનાં સ્કુલનાં સમયે સ્કુલ જતી રહેતી હતી. હાર્દિક બપોરનાં સમયે આર્યને સુવડાવીને ઘરનું વધારાનું કામ પતાવીને એનાં ઓફીસનું કામ કરી લેતો હતો. શરૂઆતમાં એને બધું એક સાથે કામ કરવું અઘરું પડતું પણ ધીરે ધીરે એની આદત પડી ગઈ.એકંદરે એને ઘરનાં કામ, આર્યને સાચવવો અને પોતાના ઑફીસનું કામ કરવા માટેનું બધુ ટાઈમ ટેબલ ગોઠવાઈ જતાં એને કામ કરવું સહેલું બની ગયું હતું.રિમા સવારથી સાંજ સુધી હાર્દિકનાં ઘર તરફ દેખાઈ રહી ન હતી. એની હાર્દિકને ખૂબ શાંતિ રહેતી. રિંકલનાં