રિંકલને લેબર પેઈનનો દુખાવો ઊપડી આવ્યો. હાર્દિક તેના સાસરીયાં વાળાની મદદથી એને તાત્કાલિક હૉસ્પિટલે એડમીટ કરી દીધી.રિંકલને દુખાવો સહન થઈ રહ્યો ન હતો. નર્સની મદદથી રિંકલને સ્ટ્રેચરમાં સુવડાવીને ઓપરેશન રૂમમાં લઈ ગઈ. એની પાછળ ડૉકટર રિંકલની ડિલવરી કરવાં રૂમમાં ગયાં.રૂમની બહાર રિંકલની ચિસો સંભળાઈ રહી હતી. હાર્દિકની બેતાબી બાળકનું રુદન સાંભળવવાં માટે વધી રહી હતી. ત્યાં વીસ મિનિટમાં બાળકનાં રડવાનો અવાજ આવ્યો."હે ભગવાન ! મારી રિકુ દીકરીને દીકરો જ આવ્યો હોય તો હું તમને એક સો એક રૂપિયાનો પ્રસાદ ચડાવીશ." રિંકલની મમ્મીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી.પાંચ મિનિટ પછી એક નર્સ એક સ્ટીલની ટ્રેમાં બાળકને સુવડાવીને રૂમમાંથી બહાર નીકળી અને