વોર 2

  • 148
  • 54

વોર 2- રાકેશ ઠક્કર         યશરાજ ફિલ્મ્સની ‘વોર 2’ (2025) માં બોલિવૂડના રિતિક રોશન અને દક્ષિણના જુનિયર NTR જેવા 2 મોટા સ્ટાર હોવા છતાં મોટાભાગના સમીક્ષકોએ 5 માંથી 2 રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં જુનિયર NTR ને ‘સ્પાય યુનિવર્સ’ ની છઠ્ઠી ફિલ્મમાં જોડવાનો નિર્ણય યોગ્ય સાબિત થતો લાગતો નથી. જુનિયર NTR એ ઋતિકને સારી સ્પર્ધા જરૂર આપી છે. તે ડાન્સ અને અભિનયમાં સારો છે. ફક્ત તેના પર વપરાયેલા VFX એ જ બાજી બગાડી છે. જુનિયર ખૂબ જ સુંદર અને ફિટ અભિનેતા છે પરંતુ એને ખરાબ દેખાવ આપ્યો છે. એની સ્ક્રીન પર રજૂઆત પણ બરાબર કરાવવામાં આવી નથી.