કુલી

  • 174
  • 70

કુલી - રાકેશ ઠક્કર રજનીકાંતની ‘કુલી’ (2025) ને સામાન્ય ફિલ્મ ગણવામાં આવી છે. રજનીકાંતના સ્વેગ, એક્શન અને સુપરસ્ટારના કેમિયો વચ્ચે વાર્તા ગાયબ છે. 'કૈથી', 'માસ્ટર', 'વિક્રમ' અને 'લિયો' જેવી ફિલ્મો આપનાર લોકેશની 'કુલી' વાર્તાની દ્રષ્ટિએ તેમની સૌથી મૂંઝવણભરી અને નબળી ફિલ્મ છે. વાર્તાની જટિલતાને અવગણીને રજનીકાંતના ચાહક તરીકે થિયેટરોમાં જઈને આનંદ માણી શકશો. રજનીકાંતની સિગારેટ ઉછાળવાની સિગ્નેચર સ્ટાઇલ, તેની લહેરાતી ચાલ અને દુશ્મનોને ધૂળમાં મેળવી દેતા એક્શન દ્રશ્યોથી સંપૂર્ણ આનંદ મળશે.  દિગ્દર્શક લોકેશ કનાગરાજે આ ફિલ્મ સંપૂર્ણપણે રજનીકાંતના ચાહકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. અભિનયમાં 50 વર્ષ પછી પણ રજનીકાંત આટલો શાનદાર અભિનય આપે છે અને દર્શકોને રોમાંચિત કરે છે તે પ્રશંસનીય