4. શું બન્યું એ દિવસે?હું 32000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો. કલાકના 1000 નોટિકલ માઇલની ઝડપે. વિશાળ આકાશમાં પ્રભાત ખીલવાને થોડી વાર હતી. માના ખોળે શિશુ સુવે એમ મારા પેસેન્જરો પાછલી રાતની મીઠી ઊંઘ માણી રહયા હતા. બૈજીંગ કંટ્રોલ ટાવરનો સંપર્ક હવે થશે એટલે એમને ઉઠાડીશ. આહ, કેવા ઉત્સાહથી તેઓ તેમના સગાવહાલાને ભેટશે, મળશે? સગાંઓ તો રાહ જોતાં ઉભાં જ હશે. મારી ફ્લાઇટ ક્યારેય મોડી ન જ પડે. મારા મનમાં મારૂં પ્રિય ગીત સ્ફુર્યું: “વિશાલ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની. નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઈં નાની….”.હાસ્તો. મારી દરેક ફ્લાઇટ હું પુરા હોંશથી ઉડાડું છું.મેં મારાં મુઠી જેવડાં હૃદયમાં મહત્વાકાંક્ષાઓ તો