તલાશ 3 - ભાગ 53

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સજ્જન સિંહના પગ માંથી લોહી ઝરતું હતું. એનું પેન્ટ ફાટી ગયું હતું. બેતહાશા ભાગવાના કારણે ઠેર ઠેર ઝાડી ઝાંખરામાં ભરાવાથી એના શર્ટ અને પેન્ટ ઠેક ઠેકાણે થી ફાટી ગયાં હતા. પગ માથા પર મૂકીને એ ભાગ્યો હતો. હજી માત્ર દસ મિનિટ પહેલા એ કરોડોનો ખજાનો ઘર ભેગા કરવાના સપના એણે જોયા હતા. પણ પૃથ્વી નામના વાવાઝોડા માં એના 6 સાથીઓ તણખલાની જેમ ઉડી ગયા હતા. પણ એક માઈકલ નામનો સાથી હજી એની સાથે એનાથી માંડ 8-10 પગલાં પાછળ હતો. ભલે એ કાયરની જેમ ભાગ્યો હતો. પણ એ સાથે