મારુ ઘર, મારી નિયતિ છે - 20

આ બાજુ મયુરી મીરા અને માનવને બારીમાંથી જોતી હોય છે. મીરા માનવને કહે છે, "તેં તારા મનમાં બધું વિચારી લીધું અને તારી જાતે જ ડિવોર્સ લેવાનો નિર્ણય કરી લીધો? મને પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું? બસ, જવાનું કહી દીધું. ઠીક છે, હું જાઉં છું અને હવે પછી નહીં આવું. ગુડબાય માનવ ઉસ્તાદ."​એમ કહીને તે જતી હોય છે, પણ માનવ મીરાનો હાથ પકડી લે છે અને કહે છે, "મીરા, તું ના જા. હું કહું છું તું ના જા. પ્લીઝ મીરા, તું અહીં જ મારી સાથે રહે. ચાલ, આપણે બંને મળીને મયુરીના માતા-પિતા બનીએ અને તેને તેના ભાગનો પ્રેમ આપીએ, જે આપણને