લગ્ન ના માત્ર 22 દિવસ હજુ થયા હતા, એમાં સોનાલી ને માનસિક તણાવ આપવાના પ્રયત્નો મેઘલ ના ફેમિલી તરફ થી શરૂ થઈ રહ્યા હતા, સોનાલી એ ઘર માં રાત્રે બધા સાથે બેઠા હતા ત્યારે કહ્યું કે તે અહીંની કોઈ સ્કૂલ માં જોબ સ્ટાર્ટ કરવા માંગે છે, જેથી તેની સાસુ ને અને તેને બંને ને થોડી સ્વંત્રતા મળી રહે, એમ પણ સવાર નું ટિફિન તો સોનાલી ની સાસુએ બનાવવા નું ચાલુ કર્યું હતું , કેમ કે એમના હાથ માંથી કશું જતું ના રહે, અને સોનાલી ને પણ તેના સાસુ વારંવાર ટોર્ચિંગ કરે કે હું શું કામ કરું ? એમાંથી છુટવા સોનાલી