રાતનાં એક વાગી ગયાં હતાં. રિમા બેડ પર પડખાં ફરી રહી હતી. એની નિંદર એનાથી સો ગણી દૂર હતી. જાણે, નિંદર એનાં વર્તનથી નારાજ હોય ! એ બેડ પર બેઠી થઈ. કાંઈક વિચારીને એણે રિંકલનો નંબર ડાયલ કર્યો . સામે છેડે રિંગ વાગી રહી હતી. મોબાઈલમાં નામ જોયાં વિના હાર્દિકે રિમાનો કોલ કટ કરી નાખ્યો.કોલ કટ થઈ જવાથી રિમાનો મગજ વધુ ગરમ થઈ ગયું : "રાતનાં એક વાગ્યે દીદીએ મારો કોલ કટ કર્યો. દીદી ગમે એટલાં ઊંઘમાં હોય એ મારો કોલ કટ કરતા નથી. જરૂર મોબાઈલ જીજાજીનાં હાથમાં અવી ગયો હશે. પણ, જીજાજી હજુ જાગી રહ્યાં હશે ? જો જીજાજી