રિંકલ અને રિમા એનાં ઘરમાં વાતો કરી રહી હતી.એવામાં હાર્દિક ઓફીસથી વહેલો ઘરે આવવાનું કારણ રિમાને જાણવાં મળ્યું કે,રિકલ અને હાર્દિક વચ્ચે જે કાંઈ ગેર સમજણ હતી એ દૂર થઈ ગઈ છે.હાર્દિક અને રિંકલ લોન્ગ ડ્રાઈવ પર ફરવાં જવાના હોવાથી હાર્દિક વહેલો ઘરે આવી ગયો હતો."દીદી જીજાજીએ તમને મનાવી લીધાં.!"હાર્દિક એનાં રુમમાં કપડાં ચેન્જ કરવાં ગયો ત્યારે રિમાએ પૂછી લીધું."ના એમણે મને નથી મનાવી પણ મે એમને મનાવી લીધાં.""દીદી તમે એક સ્ત્રી થઈને તમારાં પતિથી હારી ગયાં!""એમાં હારવાની કોઈ વાત નથી.હું એમને મનાવું કે એ મને મનાવે.બધું સરખું છે.""તમે મારાં સાવ ભોળા દીદી છો.એકવાર તમે નમતુ મુકશો તો વારંવાર તમારે