હાર્દિક પોતાનો જરૂરી સામાન લઈને બીજાં રૂમમાં શિફ્ટ થઈ ગયો હતો. રિંકલને ડર હતો કે ઉંદરવાળી વાતથી હાર્દિક નારાજ થઈને ત્યાં જતો રહ્યો. રિંકલે ફરી રિમાને સાચી હકીકત હાર્દિકને જણાવવાની કહી."પણ એમને એવું લાગશે કે તું ખોટું બોલી. એમાં હું પણ સામેલ છું. યાર, મેં એમની પાસે જરાક સરખી વાત છુપાવી નથી. આ વાત મારે છુપાવી ના પડે.""સોરિ ! દીદી, પણ જો તમે તમારી લાડકી સિસ્ટરને જીજાજીથી વધુ પ્રેમ કરતાં હશો તો આ વાત તમે એમને નહિ કહો. તમે થોડુંક તો સમજો એમને કેવું લાગશે કે એમની સાળી એમનાથી ખોટું બોલે છે. જો તમને ગિલ્ટ ફીલ થતું હોય તો જીજાજીનો