કૃષ્ણ ફેક્ટફાઈલ : શ્રીકૃષ્ણ અંગે કેટલીક ઓછી જાણિતી વાતો

  • 140

ભારતના પ્રાચીન વારસાનું ગૌરવ લેનારા આપણામાંના ઘણા અસ્મિતાપ્રેમીઓને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન દંતકથા અંગે ૧૦ સવાલો પૂછો, તો પણ તેઓ ટાઢાબોળ થઈ જાય છે ! જન્માષ્ટમીના દિને ગગનભેદી ગુંજન સાથે શ્રીકૃષ્ણની શોભાયાત્રઓ નીકળશે. ઉત્સવ ઉજવાશે. નંદ ઘેર આનંદ ભયો કહીને ‘જૈ કનૈયાલાલ કી’ કૃષ્ણ પ્રેમીઓ ગળું ફાડીને પોકારશે. પણ ભારતભૂમિના સહુથી પ્રસિઘ્ધ અને લોકપ્રિય ભગવાન એવા કૃષ્ણ વિશેની ઘણી ઝીણી ઝીણી વિગતો બહુ ઓછા અભ્યાસુઓને ખબર છે. ભાગવત-મહાભારતની કૃષ્ણકથા જગમશહૂર છે. પણ કૃષ્ણચરિત્રના અગાધ સાગરમાંથી શોધેલી થોડી માહિતીના મોતી કેટલાએ જોયા છે * કૃષ્ણને આઠ પટરાણી હતી, એ બધા જાણે છે. પણ રૂકમણી, સત્યભામા અને જાંબવતી સિવાયની પાંચ કઈ ? પ્રદ્યુમન