વારસો - 3

  • 48

કિંગ્સ્ટન કોલેજમાં ફ્રેશર પાર્ટી જોરશોરમાં ચાલી રહી હતી. જોર જોર થી મ્યુઝિક વાગી રહ્યું હતું, ડાન્સ ફ્લોર પર નિઓન લાઇટ લગાવવામાં આવી હતી અને સ્ટુડન્ટ્સ આ આઝાદીનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. અર્જુન કપૂર તેના સિગ્નેચર બ્લેક કપડામાં એક ખુણા માં ઉભો હતો. તે આવવા તો માંગતો ન હતો, પરંતુ તેના નવા મિત્રો તેને જબરજસ્તી લાવ્યા. પાછલા થોડા અઠવાડિયામાં તે એક નાના ગ્રુપ સાથે થોડો ખૂલ્યો હતો - અમન, એક બોલકણો છોકરો જે જે બધા સાથે ભળી જાય; સમીર, એક શાંત ચતુર વ્યક્તિ કે જેને ચેસ ખૂબ જ ગમે; નેહા, બુદ્ધિશાળી છોકરી કે જેને પત્રકાર બનવામાં ખૂબ રુચિ હતી; વિકાસ, જેને જીમ