ॐ श्रां श्रीं श्रौं सः चन्द्राय नमःॐ सों सोमाय नमःॐ ऐं क्लीं सोमाय नमःકેટલાંય પંડિતો ચંદ્રતાલા મંદિરના પ્રાંગણમાં બેસીને ત્રણ મોટા યજ્ઞ કુંડમાં હવન કરી રહ્યાં હતાં. મંદિરના કોટની દિવાલ નીચે મોટો ખાડો કરીને અંદર અગ્નિ પ્રગટાવી હતી. વિનય, જ્યોર્જ, શ્રેયા અને રોમિયો પણ બંધી હાલતમાં ત્યાં આદમના માણસોના ઘેરા વચ્ચે ઉભા હતા. એ સમયે રાહુલ શ્રુતિ અને કોલસાની ખાણના ઇન્ચાર્જ બનેલા પોલીસવાળાને લાવ્યો. આદમ એ બધાની વચ્ચે બેઠો હતો. જીદને મંદિરના ગર્ભગૃહની બહાર ઉભી રાખી હતી. ત્યાં એ ભોંયરામાં જવાનો મંત્રોચારવાળો દરવાજો હતો. તે પથ્થરની બનાવટ જેવો લાગી રહ્યો હતો. જેમાં ચંદ્રવંશીની એ અર્ધચંદ્રાકાર ચાવી અને ચંદ્રવંશીઓનું લોહી રેડતા