ચંદ્રવંશી - પ્રકરણ 10

રડતી માહીને સંભાળતી સાઈના અને આરાધ્યાની આંખોમાં પણ આંસુ વહી રહ્યાં હતાં. પંડિત લાલચી અને લૂચ્ચો જરૂર હતો. પરંતુ, કોઈનું આવું મોત એ એક બ્રાહ્મણના હ્રદયને પીગળાવી ન નાંખે, તો એ બ્રાહ્મણ ન હોય એ કેહવામાં પણ ના નય. તેથી થોડીવાર તે પણ ગમગીન બન્યો. તેના પણ મનમાં વિચાર આવ્યો કે, જાણે અજાણે આ પાપમાં મારો પણ હાથ છે.આવા વિકટ સમયે માહી પોતાનું ભાન ખોઈ બેસે તો મુશ્કેલી ઊભી થઇ જાય. એવું વિચારતી આરાધ્યા આગળ વધી અને રોમને માહીને સમજાવા કહ્યું. “નાનકી મારી નાની બહેન છે, તારો ભાઈ તને કેમ રડવા દે. ચાલ ઉભી થા, તું ભુલ નય કે આપણે બધા