ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.3

“થોડા મહિના પેહલા મારા માણસોને પારો પાસે મોકલ્યા હતા. તેમણે તેને મારા જીવતાં હોવાના સમાચાર આપ્યાં. પરંતુ તે ખુશ થવાને બદલે ઉલટાની નિરાશ થઈ. તેમને તેને સાથે આવવા કહ્યું. એ વાત સાંભળી એને ચોખ્ખી ના પાડી દીધી. તેને કહ્યું. “કહી દેજો તમારા આદમને દેશ માં સમાન હોય છે અને માં ને વેહચીને બેહનને સાચવવાનો સ્વાંગ હું સારી રીતે જાણું છું.”તેની વાત સાંભળી મારા માણસો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કાઇજ બોલ્યાં વિના પાછા ફર્યાં. તેમણે મારો સંપર્ક કર્યો અને મને તેની વાત સંભળાવી. વાત તો એની સાચી જ હતી. પરંતુ તે મારી બહેન હતી. એટલે થોડો સમય મેં તેને આપ્યો. પણ